Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp Asmita

Continues below advertisement

રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છે. બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાની કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી હતી. બનાસકાંઠાના જિલ્લા વિભાજનને લઈ મુખ્યમંત્રી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં.

બનાસકાંઠા જિલ્લા વિભાજનનું સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે. નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ સાંજ સુધીમાં જાહેર કરાશે. કોંગ્રેસના  સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે. બનાસકાંઠાને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહે કહ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે સરકારના નિર્ણયને વધાવ્યો હતો. થરાદને હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી ગુલાબસિંહે માંગ કરી હતી. થરાદ સેન્ટર પોઈંટ હોવાથી હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. થરાદ મોટુ સેન્ટર હોવાથી તેની પસંદગી કરવામાં આવે તો લોકોને સરળતા રહેશે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતુ કે જિલ્લાની સાથોસાથ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે. તાલુકાના વિભાજન મુદ્દે મે અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કાંકરેજમાં 98 ગામ વચ્ચે માત્ર એક જ તાલુકા મથક છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram