Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર

Continues below advertisement

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હોસ્ટેલના WhatsApp ગ્રુપમાં રેગિંગ પહેલાની WhatsApp ચેટ સામે આવી છે. શહેર પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવી રેગિંગના ષડયંત્રનો ખુલાસો થયો છે.

સુરત અને અમદાવાદના વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે બી બ્લોકના 51 નંબરના રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. હોસ્ટેલમાં રહેતા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને 8:30 વાગ્યે આવવાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. રેગિંગ કાંડ બાદ WhatsApp ગ્રુપમાંથી મેસેજ ડિલીટ કરવામાં આવ્યું છે. 

શહેર પ્રમાણે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને 8:30 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. આજે ચેટ પણ સામે આવી છે, પરંતુ આ યુવકનું મૃત્યુ થયું ત્યારબાદ આ ચેટ ગ્રુપમાંથી ડિલીટ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram