Gandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી

Continues below advertisement

ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ 7500 હાયર સેકન્ડરી માટે જાહેરાત કરવામાં આવી હતી. 24,700 નવીન શિક્ષકો માટે ભરતીની નિર્ણય કર્યો છે. પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક,માધ્યમિક,પ્રાથમિક સહિતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર , રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram