BIG News for Gujarat Police Recruitment | લોકરક્ષક અને PSI ની ભરતી અંગે મોટી ખબર!

Continues below advertisement

PSI, લોકરક્ષક ભરતી માટે ઉમેદવારોને મળશે વધુ એક તક.. PSI, લોકરક્ષકની ભરતીમાં અરજી કરવા માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખૂલશે પોર્ટલ.. તો ચોમાસાની પછી લેવાશે શારીરિક પરીક્ષા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત.

રાજ્યમાં આગામી 26 ઓગસ્ટથી PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ 2021ની લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જો સ્નાતક થઈ ગયા હોય તો તેમણે માત્ર PSI ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે આ ઉમેદવારોને ફરીથી લોકરક્ષક ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરી કે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram