BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
Continues below advertisement
આગામી બે દિવસમાં મહાનગર અને જિલ્લા ભાજપના પ્રમુખો નક્કી થશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે. ગુજરાત ભાજપના મહાનગર અને જિલ્લા પ્રમુખો નક્કી કરવા માટે આ અંતિમ બેઠક માનવામાં આવી રહી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ આગામી 10મી કે 11મી જાન્યુઆરીના રોજ મોટાભાગના મહાનગરો અને જિલ્લા ભાજપના પ્રમુખો જાહેર થાય તેવી સુત્રોની માહિતી છે. ભાજપના ચાલી રહેલા સંગઠન પર્વમાં અત્યારસુધી મંડળ પ્રમુખો અને પેજ પ્રમુખો જાહેર કરવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ફેબ્રૂઆરી માસમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે.
Continues below advertisement
Tags :
: Gujarat BJP