Dahod: ભૂમાફિયાનું મોટું કારસ્તાન, ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક બનાવી અનેક લોકોને વેચી માર્યા પ્લોટ
દાહોદમાં ભૂમાફિયાના મોટા કારસ્તાનનો પર્દાફાશ. નકલી હુકમોથી ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક બનાવી અનેક લોકોને વેચી માર્યા પ્લોટ. સમગ્ર કૌભાંડ સામે આવતા શૈશવ, ઝકરિયા અને હારુન નામના શખ્સોની ધરપકડ. સમગ્ર કાંડમાં હજુ અનેક લોકોની સંડોવણીની આશંકા છે. દાહોદ શહેર નજીક નગરાળા અને રળિયાતીમાં ખેતી લાયક જમીનોને નોન એગ્રીકલ્ચરમાં ટ્રાન્સફર કરવા માટે અધિકારીઓના નામના નકલી ઓર્ડર બનાવીને તેમાં ખોટા સહિ સિક્કા કરીને સિટી સર્વેમાં નોંધ પડાવી દેવામાં આવી. આ ઘટસ્ફોટ થયા બાદ જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ અને દાહોદના પ્રાંત અધિકારીએ એ અને બી ડિવિઝન પોલીસ મથકે બે જુદી -જુદી ફરિયાદો નોંધવી. હાલ પોલીસે આ પ્રકરણમાં બે જમીન માલિકો સાથે આ નકલી એનએ ઓર્ડર બનાવનાર એક બિલ્ડરની પણ ધરપકડ કરી છે. ત્રણ પૈકીના બે આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા. નકલી કચેરી બાદ હવે નકલી એનએ ઓર્ડરનો પ્રકરણ સામે આવતાં દાહોદ શહેર સાથે આખા જિલ્લામાં ખળભળાટ છે.