Kalubhai Virani | આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે, ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
હરેશ કણઝરીયા
Updated at:
23 Jun 2024 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKalubhai Virani | સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો થયો વાયરલ. આ વખતે પંજામાં મત નાખીને જેની બેનને જીતાડવાના છે તેવો વિડીયો થયો વાયરલ. લોકસભાની ચૂંટણીનો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ.
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના વાયરલ વિડીયો મામલે શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓનો આત્મા કકળે છે. ભારતીય જનતા પાર્ટી ટૂંકા ગાળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ સરમુખત્યારશાહી ચલાવી છે. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને ટોચના નેતાઓ પણ નારાજ છે. શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવી ગયો છે ચૂંટણી સમયે કહ્યું હતું કે આરએસએસની પણ અમારે જરૂર નથી.
અમરેલીના સાંસદ ભરત સુતરિયા આવ્યા શાયરાના અંદાજમાં. મારે દિલ્હીમાં હિન્દી બોલવું પડશે એટલે લાઠી પાઠશાળા માંથી હિંદીની કરી શરૂઆત,ભરત સુતરિયા. મારે કોઈની સાથે વાંધો નથી એટલે કહી દઉ,ભરત સુતરિયા.
"મુજે કિસીસે ગિલા સિકવા નહિ. ઇન હવાઓ કા કયા બે વજાહ મેરે ખિલાફ ચલતી જા રહી હે ચલતી જા રહી હૈ". સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજમાં પોતાના વિરોધમાં ચાલતી હવા હોવાનું કહ્યું, પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને ભરત સુતરિયા વચ્ચે ચૂંટણી પહેલા વિવાદનો વંટોળ થયો હતો.