Botad Accident News: બરવાળામાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત, પતિ ઇજાગ્રસ્ત, બાળકીનો બચાવ

Continues below advertisement

Botad Accident News: બરવાળામાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત, પતિ ઇજાગ્રસ્ત, બાળકીનો બચાવ

બોટાદનું બરવાળા. જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત. તો પતિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. શહેરના બરવાળા વિસ્તારમાં સરકારી કોલેજ પાસે બે વર્ષીય માસૂમ સાથે દંપતિ બાઈક પર જતું હતુ. આ દરમિયાન બેફામ દોડીને આવતી BMW કારે દંપતિને અડફેટે લીધુ. અકસ્માતમાં પત્નીનું સ્થળ પર મોત નિપજ્યુ. તો પતિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. જ્યારે બાળકનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે. ઘટના બાદ મૃતકનો પરિવાર અને સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. જો કે પોલીસે અકસ્માત સર્જનાર આરોપીને તાત્કાલિક ઝડપી લેવાની બાંહેધરી આપતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram