Breaking News: કૃભકો ડેલિગેશનની ચૂંટણી કેસ, ખોટી સહી હોવાથી વલસાડના ઉમેદવારનુ ફોર્મ રદ્દ

Continues below advertisement
કૃભકો ડેલિગેશનની દક્ષિણ ઝોનની ચૂંટણીમાં સુરત, ભરુચ, તાપી, નવસારી અને વરસાડની 25 બેઠક પૈકી 24 બિનહરીફ થઈ છે. જ્યારે વલસાડના ઉમેદવારના ટેકેદારની સહી ખોટી હોવાથી ફોર્મ રદ થયું હતું. જ્યારે બાકીની બેઠક બિનહરીફ રહી હતી. કૃભકો ડેલિકેશનમાં શેરની પાંચ લાખની નીચેની કિંમતના બે બેઠક જ્યારે પાંચથી વધુની શેરની કિંમત ધરાવતી 23 બેઠક માટે ચૂંટણી થઈ હતી.
સોમવાર-મંગળવારે બારડોલીમાં યોજાયેલી ચૂંટણીમાં સુરતની 3, તાપી-1, વલસાડ-1, ભરુચ 1, કામરેજ 4, બારડોલી 3, ઓલપાડ 7, નવસારી 3 અને 5 લાખથી નીચેની શેર મૂલ્યની બે બેઠકો મળી 25 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. વધુ એક સહકારી સંસ્થા ૫૨ ભગવો લહેરાયો છે.
આ ઉમેદવારો બિનહરીફ થયા
ભીખા પટેલ, શાંતાબેન પટેલ, જયેશ દેલાડ, ચેતન પટેલ, હેંમત પટેલ, અભિષેક પટેલ, છીબા પટેલ, ગોવિંદ પટેલ, બળવંત પટેલ, જયેશ પટેલ, રમણ પટેલ, સમીર ભક્ત, ભાવિન દેસાઈ, કેતન દેસાઈ, નારણ પટેલ, અનિલ પટેલ, આનંદ જોષી, હર્ષદકુમાર પટેલ, કમલેશ દેસાઈ, કિરીટચંદ્ર પટેલ, કિશોર પટેલ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram