Vav By Election 2024 | વાવ બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાન
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

તે સિવાય મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, આગામી મહિને 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.