BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા માટે સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીઆઈડી ક્રાઈમે મોડાસા સબ રજીસ્ટર કચેરીમાંથી ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનું લિસ્ટ મેળવ્યું છે.
મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા માટે સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીઆઈડી ક્રાઈમે મોડાસા સબ રજીસ્ટર કચેરીમાંથી ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનું લિસ્ટ મેળવ્યું છે.. બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય તે માટે પણ મૌખિક સુચના અપાઈ છે.. મોડાસા તાલુકામાં મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં પાંચ સંપતિઓ ખરીદી હોવાની માહિતી છે.. વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વિઘા જમીન ખરીદવામાં આવી છે.. એટલુ જ નહીં. સાકરીયા પાસે ત્રણ જગ્યા, લીંભોઈ,સજાપુર પાસે એક એક જમીન ખરીદવામાં આવી છે.. સાકરીયામાં બાનાખત કરી ત્રણ કરોડમાં નવ વિઘા જમીન ભુપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હોવાની હકિકત સામે આવી છે..