Chaitar Vasava Allegations: નર્મદા બેઠક પર ફરી ઘમાસાણ! AAP નેતાએ નર્મદના અધિકારીનોની ખોલી પોલ!

Continues below advertisement

નર્મદા જિલ્લામાં લાંબા સમયથી સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે અવાર નવાર સામ સામે સંઘર્ષ થાય છે. આ રાજકીય તાયફો હજુ પણ ચાલુ જ છે. જેમાં બે દિવસ પહેલાં ડેડીયાપાડા પંચાયત ખાતે મસુખભાઈ અને ચૈતરભાઈ વચ્ચે ઘર્ષણ થયું અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જોવા મળ્યા હતા.

લોકસભાની ચૂંટણી માટે મતદાન થયા પછી પણ રાજ્યની નર્મદા લોકસભા બેઠક પર ઘમાસાણ યથાવત છે. હકીકતમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આદિવાસીઓની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેઓ પોતાના સમર્થકો સાથે આવેદન આપવા જઈ રહ્યાં હતા. જ્યાં પોલીસે અટકાવતા તેઓ રસ્તા પર બેસી ગયા હતા.

આ અંગે ચૈતર વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઈશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતી-વળગતી એજન્સીઓને ફાળવી દે છે. નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને બારોબાર વહીવટ કરી નાંખે છે. જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ સાથે કાર્યવાહી નહી થાય તો જનઆંદોલન કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram