Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

Continues below advertisement

નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ, છેલ્લા ઘણા સમયથી વાંદરનો ત્રાસ હોવાનો દુકાનદારો રોષ, વન વિભાગ ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી 

નસવાડી એપીએમસીના માર્કેટમાં આવેલી એક સીમેન્ટ પતરાની દુકાનમાં વાંદરો ઘૂસી જઈને વેપારીના પુત્રને ઈજા પહોચાડી વેપારીની દુકાનમાં આવેલ ગ્રાહકો અને વેપારી દુકાન છોડીને ભાગ્યા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નસવાડી એપીએમસીના હાટ બજારમાં દર રવિવારે વેપાર કરવા આવતાં વેપારીઓ પણ કપિરાજના આતંકથી હેરાન પરેશાન છે. નસવાડીના બજારોમાં વાંદરો શાકભાજીની લારીઓ અને ફ્રૂટ ની લારીઓ માં વ્યાપક નુકશાન કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વાનરે અનેક વાર ગ્રામ જનો ઈજા ગ્રસ્ત કર્યા છે કે. નસવાડીમાં વાનરનો  ત્રાસ ની જાણ વનવિભાગ ને કરવામાં આવી છે. અગાઉ પણ એક વાનર ને નસવાડી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો હતો જ્યારે ફરી વાનરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા વહેલી તકે વન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram