Chhotaudepur | પાવી જેતપુરમાં બે કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, રોડ રસ્તા થયા પાણી પાણી
abp asmita
Updated at:
24 Aug 2024 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકી ગયો જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો પાવી જેતપુરમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ વરસવાને કારણે હાલ પાવી જેતપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે.. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં તો બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ છોટા ઉદયપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.