રાજ્યમાં આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડીની આગાહી
Continues below advertisement
રાજયમાં ફરી એકવાર ગાત્રો થીજાવતી ઠંડીની કરવામા આવી છે આગાહી. રાજયમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના ઘટાડાની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજયમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામા આવી છે. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે.
Continues below advertisement