'સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓમાં સાડા છથી સાત લાખ શિક્ષકો છે, આજે તમે ફીનો વધારો નહી કરો તો એ શિક્ષકોને પગારનો વધારો નહી મળે'

Continues below advertisement

નવું શૈક્ષણિક સત્ર (new Academic Session) શરૂ થઇ ગયું છે પરંતુ ફી (School Fees) કેટલી ભરવી તે મુદ્દે મુંઝવણ યથાવત છે. કેટલીક શાળાઓએ મન મરજી ફી વધારો કર્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. વાલીઓ (Parents) પાસેથી પૂરી ફીની માંગણી કરનાર સંચાલકો (School Administrators) સરકાર પાસે કેમ પ્રોપર્ટી ટેક્સમાંથી માફી માંગે છે. જામનગરમાં કેટલીક શાળાઓ FRCએ (FRC) નક્કી કરેલી ફી થી વધુ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરી આદેશ કરવો પડ્યો હતો કે કોઈ પણ શાળાએ FRCએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી ન ઉઘરાવવી. બીજી તરફ કચ્છના ભૂજની એન્કર વાલા સ્કૂલે આગામી વર્ષ માટે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની (Students) ફી માફી કરી ખાનગી સ્કૂલો માટે અનોખું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram