Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ', Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદ
Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ', Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદ
બીજેપી બી એટલે બ્રાહ્મણ, જે એટલે જૈન અને પી એટલે પટેલ કોંગ્રેસ. નેતા લાલજી દેસાઈના આ નિવેદનથી છેડાયો છે વિવાદ. લાલજી દેસાઈએ આ નિવેદન આપ્યું હતું. મહીસાગરના સ્વાભિમાન સમારોહમાં લાલજી દેસાઈએ ભાજપ સરકાર પર જાતિવાદને લઈ પ્રહાર કર્યા. લાલજી દેસાઈના મતે ભાજપ સરકારમાં 75% ખાતા તો માત્ર બ્રાહ્મણ, જૈન અને પટેલ પાસે છે, જ્યારે ઓબીસીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ કોળી સમાજના હોય તો તેને મચ્છમારી આપી એટલે એને માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મહેસૂલ તો કે અમારી પાસે અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રો કેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણીયાએ લાલજી દેસાઈના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો. દિનેશ બાંભળીયાના મતે લાલજી દેસાઈના આ નિવેદનથી સવર્ણ સમાજની લાગણીને ઠેસ પહોંચી. લાલજી દેસાઈના ભાષણ મુદ્દે સ્ટેન્ડ નક્કી કરવા કોંગ્રેસને પડકાર પણ ફેંક્યો, તો ભાજપે લાલજી દેસાઈના નિવેદનનો વિરોધ કર્યો. ભાજપ નેતા જયરાજસિંહે આરોપ લગાવ્યો કે લાલજી દેસાઈ ભૂતકાળમાં ટુકડે ટુકડે ગેંગના સભ્ય હતા. પોતાની અંદર પક્ષમાં પણ પોતાનું કદ મોટું કરવા માટે હરીફાઈ ચાલે છે. એટલે એ હરીફાઈમાં પક્ષની જે મર્યાદાઓ જે લક્ષ્મણ રેખાઓ છે, એ પણ ઓળંગી જાય છે અને ઓળંગ્યા પછી પોતાનું કદ વધારવા માટે લાલજીભાઈ છે એમનો ભૂતકાળ જોઈ લો એ કયા એનજીઓ માંથી આવે છે અને એમને શું કામ કરેલું છે.