Amit Chavda | અમદાવાદમાંથી આતંકી ઝડપાવા મુદ્દે અમિત ચાવડાનું મોટું નિવેદન
ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓ મુદ્દે આજે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગુજરાતની સરહદ પરથી છેક અહીંયા સુધી આતંકવાદી પહોંચી જાય. દારૂ, ડ્રગ જેવી વસ્તુઓ ગુજરાતમાં પહોંચી જાય છે. ગુજરાતનું ગૃહ ખાતું તમામ બાબતે નિષ્ફળ રહ્યું છે. ગુજરાત ગૃહ ખાતું કરે છે માત્ર વિપક્ષની જાસૂસી કરવાનું કામ કરે છે. ગુજરાતની જનતાની સુરક્ષા માટે ગૃહ વિભાગ કામ કરે એવી મુખ્યમંત્રી સમક્ષ અપેક્ષા. વિપક્ષના ફોન અને લોકેશન ટ્રેક કરાવે છે તો આતંકવાદીઓનું ટ્રેક કેમ નથી કરી શકતા.
આ ઉપરાતં તેમણે સ્માર્ટ મીટર અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી. સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગવવની શરૂઆત કરી. રાજ્યમાં તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. 1.64 કરોડ મીટર ગુજરાતની વિંજ કંપનીઓ લગાવવાની છે. મીનીમમ 300 રૂપિયાનું બેલેન્સ એડવાન્સ રાખવાનો નિયમ છે. ગુજરત ની જનતા પાસે થી 500 કરોડ રૂપિયા એડવાન્સ લઈ લુટવાનું કામ કરી રહી છે. સ્માર્ટ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ હતો તો ફરજિયાત મીટર શા માટે લગાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં લોકોએ તમામ જગ્યાએ વિરોધ કર્યો છે.