રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ઓક્સિજન અને દવાની માંગમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ઓક્સિજન અને દવાઓની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણમાં થયેલ વધારાને પગલે ઓક્સિજનની માંગમાં વધારો જોવા મળ્યો હતો અને તેની અછત પણ સર્જાઈ હતી.જોકે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા કોરોનાની સારવારમાં વપરાતી દવાનીઓની માંગમાં પણ ઘટાડો થયો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાસે આવેલ વિગતોમાં સપ્ટેમ્બર માસ કરતા અત્યારે ઓક્સિજનની માંગમાં 25 ટકા જેટલો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર માસમાં દિવસમાં 240 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે હાલ 172 મેટ્રિકટન ઓક્સિજન નો ઉપયોગ થઈ રહ્યો છે..તો સાથેજ કોરોનાની સારવારમાં વપરાતા રેમદેસીવીર ઇન્જેક્શન અને ફેવિવિર જેવી દવાઓની માંગ અને વપરાશમાં પણ ઘટાડો થયો છે..રાજ્ય સરકારે લીધેલા પગલાં અને લોકોની સતર્કતા ને લઇ કોરોનાના કેસોમાં ઘટાડો થતા તેની સારવારમાં જરૂરી ઓક્સિઝન અને દવોની માંગ અને વપરાશમાં ઘટાડો થયો છે..