પરિવારનાં 5-5 લોકોનો કોરોનાએ ભોગ લીધો છતાં દુ:ખો ભૂલી એમ્બ્યુલન્સ પાયલોટે  દર્દીઓને પહોંચડવાનું કામ ચાલુ રાખ્યું, જુઓ વીડિયો

Continues below advertisement

ગોધરાઃ કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં 108 ટીમ પાયલોટ અરવિંદભાઈ બારીયાએ ફરજ ઉપર હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું છે. ગોધરામાં 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ  છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે  ફરજ બજાવે છે ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં  પોતાની ફરજ  બજાવી રહ્યા  છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ  રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.


Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram