ધોળાવીરા એક રહસ્ય.... હવે બન્યું એક વર્લ્ડ હેરિટેજ સાઇટ, આ સ્માર્ટ નગર વિશે થોડી જાણીએ

Continues below advertisement

ધોળાવીરાને પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો અપાયો છે. ધોળાવીરા પાંચ હજાર વર્ષ પ્રાચીન રહસ્યને ધરબીને બેઠું છે.  શું છે આ ધોળાવીરા સમજીએ..ભારતના પશ્ચિમી છેડે છે દુનિયાનું સૌથી મોટું કચ્છનું રણ છે. જ્યાં મીઠાનું વિસ્તૃત મેદાન છે. એક સમયે આ પણ સમુદ્રનો ભાગ હતો. પરંતુ હજારો વર્ષો દરમિયાન એવા ભોગોલિક પરિવર્તન થયા કે આ દુનિયાનું સૌથી મોટું મીઠાનું મેદાન બની ગયું. લગભગ 20 હજાર સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલ આ વેરાન મેદાન, જયાં એક સમયે વેસલું હતું. ભારતનું સ્માર્ટ સિટી, હડપ્પાનું ધોળાવીરા......આ નામ કઈ રીતે પડ્યું સમજીએ.. ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત 500 થી 600 વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા એટલે કે  વિરડા વહેતા હતા તેના પરથી ધોળાવીરા નામ પડ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram