રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ પદે દિગ્વિજય સિંહ જાડેજાનો વિજય

Continues below advertisement
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો એટલે કે પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી એકવાર દિગ્વિજયસિંહ જાડેજા પેનલનો વિજય થયો છે. દિગ્વિજયસિંહ જાડેજા સતત ત્રીજીવાર રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા, જ્યારે તેમની પેનલના સતીશ પટેલ કે જેવો મહામંત્રી પદે ચૂંટાઈ આવ્યા છે. દિગ્વિજયસિંહ જાડેજાએ 252 મત મેળવ્યા અને 54 મતે જીત મેળવી, જ્યારે તેમના હરીફ ગિરીશભાઈ પટેલ 198 મત મેળવ્યા તો બીજી તરફ રસાકસી ભરી મહામંત્રીની બેઠક પર સતીષ પટેલે 240, તો તેમના હરીફ નરેન્દ્ર ગોહિલે 212 મત મેળવ્યા અને 28 મતે સતીશ પટેલનો મહામંત્રી તરીકે વિજય થયો. જોકે આ ચૂંટણીમાં બનાસકાંઠા આ 31 અને ગીર સોમનાથના 9, એમ કુલ 40 કારોબારી સભ્યની પસંદગી મામલો હાઇકોર્ટમાં પહોંચતા આ 40 મત ગણતરીમાં ન લેવાયા. કુલ 501 મતમાંથી 497 મતદારોએ મત આપ્યો. સતીશ પટેલે પણ સતત બીજી વાર મહામંત્રી તરીકે જીત મેળવી. જીત મેળવ્યા બાદ હવે આ ચૂંટાયેલા ઉમેદવારોએ વર્ષ 2010 બાદ નિયુક્તિ પામેલા શિક્ષકોના ગ્રેડ પેનો મામલે પ્રાથમિકતા આપવાનો દાવો કરી રહ્યા છે. સતત બીજી વાર જીતના કારણ ની વાત કરીએ તો દિગ્વિજયસિંહ જાડેજા પોતે જામનગર છે અને છેલ્લી 2 ટર્મથી પ્રમુખ પદે છે, જેથી સૌરાષ્ટ્ર તરફના મત અને અન્ય જિલ્લામાં પણ જુના અને અનુભવી હોવાથી તેમની જીત થઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram