સરકારની શેડ યોજનાનો લાભ લેવા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કરી અપીલ, જુઓ વીડિયો
Continues below advertisement
સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું કે કુદરતી આફતો ઓચિંતા આવે ત્યારે સહકારી વ્યવસ્થા પડી ભાગે છે અને જેના કારણે ખેડૂતોની ખેતજણસો પલળતા નુકશાન થયું છે. જે એપીએમસીએ સરકારની શેડની યોજનાનો લાભ લઈને શેડ બનાવ્યા છે અને એ પણ મર્યાદિત છે એટલે જે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાથી એપીએમસીના કદ કરતા વધુ ખેડૂતો આવતા હોય છે અને વધુ ખેડૂતો આવવાથી અમુક એપીએમસીમાં સગવડ નથી હોતી એટલા માટે ખેતજણસો પલળે છે. જે એપીએમસીમાં વહીવટદારો જાણકાર છે તેઓ સરકારની યોજનાઓનો લાભ લઈને વધુમાં વધુ શેડ બનાવે છે. કેટલીક જગ્યાએ એપીએમસી લોન લઈને પણ સારી સગવડ પુરી પાડે છે. સરકારની શેડ બનાવવા સહિતના એપીઅમેસીના વિકાસની યોજના પણ છે તેનો ચેરમેનો અને બોર્ડ દ્વારા યોજનાઓનો લાભ લેવા અપીલ કરાઇ હતી.
Continues below advertisement