Dwarka Heavy Rain | સતત ત્રીજા દિવસે વરસાદે ઘમરોળી નાંખ્યું વરસાદને, જુઓ સ્થિતિ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDwarka Heavy Rain | સતત ત્રીજા દિવસે વરસાદે ઘમરોળી નાંખ્યું વરસાદને, જુઓ સ્થિતિ
દ્વારકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે.. દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે... ગઈ કાલે 20 ઈંચ વરસાદ એકલા ખંભાળિયામાં ખાબકી ચૂક્યો છે... દેવભૂમિ દ્વારકાની અંદર સતત આજે ત્રીજા દિવસે પણ જિલ્લાના અનેક વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે...ખંભાળિયામાં અત્યારે સવારના સમયે ફરીથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાત્રિ દરમિયાન વરસાદ ઓછો વરસ્યો હતો જેના કારણે જે વિસ્તારની અંદર બે દિવસથી પાણી ભરાયા હતા એ વિસ્તારમાંથી પાણી ઓસરવા માંડ્યા છે..ફરીથી ખંભાળિયા વાસીઓ ચિંતામાં મુકાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 235 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 46 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા 29થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.