Dwarka Rescue | 30 કલાકથી ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યું, જુઓ રેસ્ક્યું | Abp Asmita

Continues below advertisement

દ્વારકામાં સેનાએ ચાર લોકોના જીવ બચાવ્યા છે... 30 કલાક કરતાં વધુ સમયથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. મકાનની છત પર જીવ બચાવીને બેઠેલા લોકોને બચાવવામાં આવ્યા છે.. પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે જીવ બચાવવા માટે મથામણ કરી રહ્યા હતા આ લોકો જો કે આ તમામને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદના પગલે અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાય જતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે. વડોદરાના ડેસર તાલુકાના કિર્તન ગરાસિયા છેલ્લા 30 કલાકથી  મહીસાગર નદીના પટમાં ફસાયા હતા. જેઓનું આજે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જો કે બચાવ કામગીરી બાદ યુવકને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે આવેલા એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram