Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી
Continues below advertisement
નકલી ઈડી કેસમાં ઝડપાયેલા અબ્દુલ સતાર મુદે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાર પલટવારની રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશ દવેના આરોપો બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ પલટવાર કર્યો. નકલી ઈડી કેસમાં મુખ્ય આરોપી તરીકે અગાઉ બીજાનું નામ હોવાનો ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે કચ્છ પોલીસે પ્રારંભિક તપાસમાં મુખ્ય આરોપી તરીકે પહેલા બીજાને દર્શાવ્યા હતા. અને જો આમ આદમી પાર્ટીના નેતાઓની પૂછપરછ કરવામાં આવે તો ભાજપના નેતાઓની કેમ નહીં તેવો પણ ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો.. એટલુ જ નહીં. કલેક્ટર ઓફિસ અને સાંસદની કેબિનમાં નકલી ઈડીનો આરોપી બેસતો હોવાનો પણ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો..
Continues below advertisement