Fake Toll Booth Racket | મોરબીમાં નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં પ્રશાસન થયું દોડતું

Continues below advertisement

Fake Toll Booth Racket | મવાંકાનેર મોરબી હાઇવે પર બે નકલી ટોલનાકા હોવાની હકીકત . એક ટોલનાકા નો રસ્તો બરોબર અસલી ટોલનાકાની બાજુમાંથી પસાર થાય છે અને બીજો ટોલનાકાનો રસ્તો થોડી દૂરથી પસાર થાય છે. એક ટોલનાકે 100 રૂપિયા ચાર્જ હતો તો બીજા ટોલનાકા એ રૂપિયા 200 ચાર્જ. સો રૂપિયા ચાર્જ વાળા નકલી ટોલનાકા એ આજે પણ વાહનો પસાર થઈ રહ્યા છે. જોકે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આજે અહીંથી રૂપિયા ઉઘરાવવામાં આવતા નથી. જ્યાં સો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તે ટોલનાકાથી વધુ ફરીને જવું પડે છે. જે નકલી ટોલનાકા માં 200 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે ત્યાં ઓછું ફરીને જવું પડે. વાહન ચાલકો અને ટ્રક ચાલકો સાથે abp asmita એ વાત કરી. ટ્રક ચાલકોએ કહ્યું રૂપિયા બચાવવા માટે અહીંથી પસાર થઈએ છીએ. ટ્રક ચાલકો એમ પણ કહ્યું કે અનેક વખત નકલી ટોલનાકાથી પસાર થયા. અસલી ટોલનાકા કરતા નકલી ટોલનાકામાં 50% ઓછા રૂપિયા આપવા પડે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram