Amreli News: સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા ખેડુતો પરેશાન
સાવરકુંડલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડ ની કામગીરી ઠપ સાથે ૭/૧૨/૮ અ ના ઉતારા કાઢવાવા આવતા ખેડૂતોને પડી રહી છે હાલાકી છેલ્લા ઘણા દિવસોથી સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે મુશ્કેલી
અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડની કામગીરી ઠપ થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખોસ ખેડુતો કે જે પોતાના સાત બારના ઉતારા કાઢવા માટે આવતો પોઇ પંરતુ સર્વર ઠપ થતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો સાથો સાથ આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરોને પગાર ન ચૂકવતા હડતાલ પર ઉતરી ગયા છે. જેને કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. એક તરફ હાલ ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને ખેડુતો ને મંડળી અને બેન્ક માંથી પાક ધિરાણ લેવાની ખેડુતોને જરુઆત ઉભી થતી હોઇ છે. પરંતુ 7/12/8ના ઉતારા વગર તે કામ અટકી પડ્યા છે. અરજદારો ત્રણ કલાક સુઘી કતારમાં ઉભા રહે છે અને છતા કામો થતા નથી.