Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Continues below advertisement
અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતો શિયાળામાં કરતા હોય છે. પરંતુ ગત વર્ષે ડુંગળીના સારા ભાવ મળતા. આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું. પરંતુ હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે..સાથે જ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. શિયાળુ ડુંગળીને બજારમા આવતા 2 મહિના જેટલો સમય લાગી શકે છે..ત્યારે ડુંગળીનું અગાઉ વાવેતર કરનાર ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. સાથે જ છેલ્લા સાત-આઠ દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ડુંગળીના પાકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતોએ ડુંગળીના વાવેતર પાછળ ખૂબ ખર્ચ કર્યો. ડુંગળીનો પાક તૈયાર થયો છે. પરંતુ હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. જો આ જ ભાવ રહેશે તો ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવશે. જેથી સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને ડ્યુટીમાં ઘટાડો કરે તેવી માગ છે.
Continues below advertisement
Tags :
Amreli Farmer