ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આંદોલનની કિસાન સંઘની ચીમકી, જુઓ વીડિયો
Continues below advertisement
ભારતીય કિસાનસંઘે ખેડૂતોના પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી આપી છે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પાક નુક્સાનનું વળતર અને એરંડાના ટેકાના ભાવ જાહેર કરવાની કિસાન સંઘે માંગ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં બાકી રહેલા જિલ્લાઓનો સમાવેશ કરવાની પણ કિસાન સંઘની માંગ છે. ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઇને કિસાન સંઘે વારંવાર રજૂઆત કરી હોવા છતાંય કોઇ નિરાકરણ આવ્યુ નથી ત્યારે સરકાર ખેડૂતોના પ્રશ્નો હલ નહી કરે તો રાજ્યવ્યાપી આંદોલનની રણનિતી ઘડવા બેઠક મળશે.
Continues below advertisement