Banaskantha Farmer: પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. કારણ હતું,  સિસ્ટમ બંધ થઈ જવી. પાલનપુર તાલુકા સંઘ ખાતે આજે સિસ્ટમમાં ખરાબી સર્જાતા ટેકાના ભાવે ખરીદી બંધ રહી. જેને લઈ મગફળી લઈને આવેલા ખેડૂતો રઝળી પડ્યા. કેટલાક ખેડૂતો તો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા. ગઈકાલથી જ રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. એવામાં પાલનપુરમાં બીજા જ દિવસે સિસ્ટમમાં ખામી સર્જાઈ. બપોર બાદ સિસ્ટમ શરૂ થશે તો ખેડૂતોને મેસેજ કરી આવતીકાલે બોલાવવામાં આવશે. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 44 હજાર ખેડૂતોએ નોંધણી કરાવી છે. 18 કેન્દ્ર પર પ્રતિ મણ 1356ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram