હળવદમાં ભાજપમાં ભવાડો, સાંસદની હાજરીમાં જ પૂર્વ મંત્રી ને વર્તમાન ધારાસભ્યનાં જૂથો બાખડ્યાં, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબીના હળવદની સરકારી હોસ્પિટલે ભાજપના બે જૂથ સામ સામે આવી ગયા હતા. સાંસદની હોસ્પિટલ મુલાકાત સમયે બંન્ને જૂથના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય પરસોતમ સાબરીયાની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો થયો હતો. હોસ્પિટલમાં હોબાળાને પગલે દર્દીઓ બહાર દોડી આવ્યા હતા.
Continues below advertisement