દમણના ડાભેલની સુપર ટેક્સટાઈલ કંપનીમાં લાગેલી આગ બેકાબુ, જુઓ વીડિયો
Continues below advertisement
સંઘ પ્રદેશ દમણના ડાભેલના ઓદ્યોગિક વિસ્તારમાં આવેલી સુપર ટેક્સ ટાઈલની કંપનીમાં આગ લાગી છે. જ્યાં વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ છે જેના કારણે હજુ પણ કાબૂમાં આવી નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો અંદાજે સાડા ચાર કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે. તો બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતા અન્ય વિસ્તારની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. માહિતી પ્રમાણે ટેકસટાઇલ સાથે કેમિકલ પણ હોવાના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે.
Continues below advertisement