Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી
Continues below advertisement
જૂનાગઢમાં ઘેડ પંથકમાં પૂર આવતા ખેડૂતોને મોટું નુકસાન થતા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા.
જૂનાગઢમાં ઘેડ પંથકમાં પૂર આવતા ખેડૂતોને થયું મોટું નુકસાન. એવામાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા. સૌ પહેલાં તો કલેક્ટરે મળવાનો સમય ન આપતા ખેડૂતો કલેક્ટર કચેરીના દ્વાર પાસે જ બેસી ગયા અને રામધૂન બોલાવી. બાદમાં મળવાનો સમય અપાતા ખેડૂતોએ ઘેડ પંથકની સ્થિતિ અંગે રજૂઆત કરી. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે તેમના ખેતરો ડૂબી ગયા છે. તેમ છતાં પ્રશાસન કોઈ કામગીરી નથી કરી રહ્યું. ગઈકાલે પાલ આંબલિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. પાલ આંબલિયાનો આરોપ લગાવ્યો કે, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કપરા સમયમાં નથી દેખાઈ રહ્યા.
Continues below advertisement