દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ વીડિયો
Continues below advertisement
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ કોર્ટે 4 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. વિપુલ ચૌધરીના સેસંસ કોર્ટે રિમાંડ મંજૂર કર્યા છે. વર્ષ 2019માં કર્મચારીઓને બે પગારના બોનસ આપી રોકડમાં નાણા પરત લેવાના આરોપમાં CID ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિપુલ ચૌધરીએ લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જે સાગર દાણ મોકલવામાં આવ્યુ તેમાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજીસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બાનાખત કરીને મેં ભર્યા છે અને 9 કરોડ રૂપિયા ભરવા પૈસા ઉછીના લેવા પડ્યા હતા. જેના માટે પૈસા પરત કરવા જમીનનું બાનાખત કરવું પડ્યું છે.
Continues below advertisement