Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથ

Continues below advertisement

અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે.  15 વર્ષીય સગીરા પોતાના મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન ઓળખીતા શખ્સે તેને બાઈક પર બેસાડી લીધી હતી. બાદમાં સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ આ ઘટનાને લઈ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  હાલ તો આ ઘટનામાં એક પણ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.  આ સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

અંબાજીના ગબ્બર પાસે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મને લઈ શરૂ થઈ રાજનીતિ.. સાંસદ ગેનીબેન ઠાકોરના વહીવટી પ્રશાસન અને પોલીસ પર ગંભીર આરોપ.

અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેન એ ગૃહ મંત્રીને લીધા આડેહાથ. ગૃહ મંત્રી વાવ વિધાનસભાના પ્રચારમાં વ્યસ્ત છે. જો એમનું વહીવટીય તંત્ર અને પોલીસ ત્યાં હોત તો આવી ઘટના ના બને. ગેનીબેને વધુંમાં કહ્યું એમને ચૂંટણીમાં રસ છે એમને બેન દીકરીનું રક્ષણ કે કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ નથી.

અંબાજીમાં બનેલા દુષ્કર્મના બનાવને લઇ વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માગ્યું રાજીનામું..સરકારે નૈતિકતાના ધોરણ રાજીનામું આપે તેવી કરી માંગણી..આરોપીઓને ઝડપથી પકડી કડક સજા અપાવવા કરી રજૂઆત...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram