GGSPM Online Exam | ગૌણ સેવા પસંદગી મંડળની પ્રથમ ઓનલાઇન પરીક્ષા પૂર્ણ, ક્યારે જાહેર થશે પરિણામ?

Continues below advertisement

GGSPM Online Exam | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની આજે યોજાયેલ ઓનલાઇન એક્ઝામ સફળતા પૂર્વક પૂર્ણ. નર્મદા વિભાગના અધિક મદદનીશ ઇજનેરની 192 જગ્યા માટે 10,093 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી. 10,093 ઉમેદવારો પૈકી 6654 ઉમેદવારો આજે ઓનલાઇન પરીક્ષામાં રહ્યા ઉપસ્થિત. ડમીકાંડથી ચેતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા આપવા આવનાર તમામ ઉમેદવારોના ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા. ઉમેદવારો 20 ડિસેમ્બર બાદ પોતાની આન્સર કી ની પ્રિન્ટ કાઢી શકશે. 
20 તારીખે ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે. ઉમેદવારો 1 સપ્તાહ સુધી ઓનલાઇન પોતાના વાંધાઓ રજૂ કરી શકશે. ફાઇનલ આન્સર કી જાહેર કર્યા ના 15 દિવસમાં પરિણામ જાહેર કરાશે. કોઈ પણ ફરિયાદ વિના આજે પ્રથમવાર યોજાયેલ ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઇન પરીક્ષા પૂર્ણ. વનવિભાગની આગામી બીટ ગાર્ડની ઓનલાઇન પરીક્ષા માટે મંડળે તૈયારીઓ શરૂ કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram