વરસાદના કારણે મરચાનો પાક બરબાદ થતા ગોંડલના મોવિયા પંથકના ખેડૂતો પરેશાન
Continues below advertisement
ગોંડલ પંથકમાં મરચાની ખેતી બહુ મોટા પ્રમાણમાં થાય છે. જોકે આ વર્ષે વરસાદના કારણે મરચાનો પાક બરબાદ થતા ખેડૂતો પરેશાન થઇ ગયા હતા. મોવિયાના ધર્મેન્દ્ર કાલરીયા નામના ખેડૂતે 15 વીઘામાં મરચાનું વાવેતર કર્યું હતું. જેમાં તેમને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે આટલા ખર્ચ અને તનતોડ મહેનત બાદ પણ આ ખેડૂતના હાથમાં કશું જ નથી આવ્યું. સરકારે આ વખતે પાક વિમાના બદલે કૃષિ સહાય યોજનાની જાહેરાત કરી છે ત્યારે ખેડૂતે પાક વળતર સરકાર આપે તેવી માંગ કરી હતી.
Continues below advertisement