Fake Government Office: સરકારી દસ્તાવેજો અને ઢગલા સિક્કા મળી આવ્યા:મોડાસામાં નકલી સિંચાઇ કચેરી ચાલે છે: ધવલસિંહ ઝાલા

Continues below advertisement

રાજ્યમાં વધુ એક નકલી કચેરીકાંડના આરોપથી ખળભળાટ. અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપ છે. માલપુર રોડ બાયપાસ નજીક આવેલા  તિરુપતિ રાજ બંગ્લોઝમાં શંકાસ્પદ કામગીરી થતી હોવાની ફરિયાદ બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બુધવારની સાંજે તેમના કેટલાક મિત્રો સાથે ઓચિતા રેડ કરી. જ્યાં પૂર્વ કાર્યપાલક ઈજનેર પી એમ ડામોર, વર્તમાન ડેપ્યુટી ઈજનેર નરેશભાઈ પરમાર સહીત અન્ય પાંચ વ્યક્તિઓ હાજર મળી આવ્યા. ધારાસભ્યે પ્રાથમિક તપાસ કરતા મકાનમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેટલીક ફાઈલો તેમજ મોટી સંખ્યામાં રબર સ્ટેમ્પ જણાઈ આવ્યા. જેથી ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી વાકેફ કરતા અધિકારીઓએ તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ પર મોકલી આપી તપાસ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાનો ધવલસિંહનો દાવો છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram