Gujarat Politics | પાટીલની અધ્યક્ષતામાં બેઠક | ગુજરાતમાં ભાજપના હોદ્દેદારોને શું આપી સૂચના?
OBC અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે... ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટિલની આગેવાનીમાં લડશે તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટિલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે... આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ગુજરાત ભાજપના 2 મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું...
ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે 2 મહત્વની બેઠક મળી હતી... બપોરે 11 કલાકે પ્રદેશના હોદ્દેદારોની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં મળી હતી અને બીજી બેઠક બપોરે 2 કલાકે મળી હતી... બેઠકમાં ગુજરાત ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને મહાનગરોના પ્રમુખ અને પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા... તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા... બંન્ને બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે તમામ લોકોને આગામી ચૂંટણી માટે જોશભેર કામે લાગી જવાની સૂચના આપી હતી... ઉપરાંત લોકસભાના પરિણામોના આધારે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે તે વિસ્તારમાં ભાજપ કેટલું મજબૂત છે અને કયા નબળું પડી રહ્યું છે તેનું એનલીસિસ કરી બુથ મુજબની કામગીરી સોંપવાની સૂચના પણ આપવામાં આવી છે... બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લાની 14 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે... લોકસભાની બનાસકાંઠા બેઠક ભાજપે ગત ચૂંટણીમાં ગુમાવી છે ત્યારે બનાસકાંઠાની યોજાનાર તમામ ચૂંટણીઓમાં વિશેષ ધ્યાન આપવાની સૂચના પણ પાટિલ દ્વારા આપવામાં આવી છે...