Gujarat BJP | ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા શું છે CR Patil નો માસ્ટર પ્લાન?
Gujarat BJP | ગુજરાત લોકસભાની 26 બેઠકો જંગી બહુમતિ થી જીતવા ભાજપની રણનીતિ. ભાજપના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વ મંત્રીઓને બેઠકોની સોંપાઈ જવાબદારી. કિસાન મોરચાના નેતા બાબુભાઇ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની જવાબદારી કે સી પટેલને સોંપાઈ. કચ્છ, બનાસકાંઠા અને પાટણ બેઠકની જવાબદારી ધારાસભ્ય અમિત ઠાકરને અપાઈ. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી. મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યા ને બારડોલી, સુરત, વલસાડ અને નવસારીની જવાબદારી. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી બેઠકની જવાબદારી. રાજકોટ, પોરબંદર અને જામનગર બેઠકની જવાબદારી પૂર્વ મંત્રી આર સી ફળદુ ને સોંપાઈ. દાહોદ, ખેડા, પંચમહાલ અને આણંદ બેઠકની જવાબદારી સાંસદ નરહરિ અમીનને સોંપાઈ. આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક . થોડા દિવસ અગાઉ પ્રદેશ હોદ્દેદ્દારો ની બેઠક અને પ્રદેશ કારોબારીમાં થઇ હતી ચર્ચા. પ્રદેશ હોદ્દેદ્દારોની બેઠકમાં લેવાયો હતો નિર્ણય.