રાજ્ય સરકારે કોરોનાના RT- PCR ટેસ્ટ દરમાં કર્યો ઘટાડો ? જાણો હવે કેટલા રૂપિયા થશે?

Continues below advertisement
ગાંધીનગરઃ દિલ્લી અને રાજસ્થાન પછી ગુજરાત સરકારે પણ કોરોનાના RTPCR ટેસ્ટના ભાવ ઘટાડ્યા છે. ગુજરાત સરકારે ખાનગી લેબમાં RTPCR ટેસ્ટના ભાવ જાહેર કર્યા છે. હવે ખાનગી લેબમાં 800 અને ઘરે બેઠા 1100 રુપિયા ચાર્જ ચુકવવો પડશે. અગાઉ લેબમાં 1500 રૂપિયા હતો. તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, સરકારે ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો સસ્તો પડશે. આ ભાવ આજથી અમલી બનશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram