રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સરકારે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો લીધો નિર્ણય
Continues below advertisement
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધતાં રૂપાણી સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. તેમજ કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લીધો છે. આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Continues below advertisement