Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

Continues below advertisement

Navratri 2024:નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ  નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર  છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી  ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram