કમોસમી વરસાદથી ખેડૂતોને થતી નુકસાનીના વળતર મુદ્દે કૃષિમંત્રીની મોટી જાહેરાત

Continues below advertisement

ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ABP અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. વરસાદની આગાહીને પગલે કૃષિ વિભાગ તરફથી તમામ માર્કેટીંગ યાર્ડને સૂચનાઓ અગાઉ આપી દીધી હતી. માર્કેટીંગ યાર્ડમાં જણસને નુકશાન ન થાય તે પ્રાથમિકતા છે. ખેડૂતોએ પણ પોતાના પાકને હાલ વરસાદી માહોલમાં માર્કેટમાં ન લઈ જવા અપીલ છે. કમોસમી વરસાદથી જે પણ નુકશાન થશે સરકાર ખુલ્લા મને નુકસાની વળતર આપવા તૈયાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram