Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
abp asmita
Updated at:
30 Jun 2024 12:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી ત્રણ કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ વિસ્તારમાં વરસાદ પડશે
- ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના: રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, દમણ, દાદરા નગર હવેલી
- સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતા: સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, કચ્છ
- સામાન્ય વરસાદની આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.