Gujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp Asmita

Continues below advertisement

ગુજરાતના નવરાત્રિના પર્વમાં હવે વરસાદ વિલન બન્યો છે. છ નોરતા શાંતિમય પસાર થયા બાદ હવે સાતમા નોરતાથી વરસાદની એન્ટ્રી થઈ છે. સાતમા નોરતે લગભગ 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. તો કેટલાક જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવે બાકીના નોરતા સો ટકા બગડવાના છે. કારણ કે, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાંહળવા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram