Gujarat Rain Forecast | આજે રાજ્યના સાત જિલ્લાઓમાં ખાબકશે વરસાદ... જુઓ વીડિયોમાં
હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે, સૌરાષ્ટ્રના બે જિલ્લા , દક્ષિણ ગુજરાતના ત્રણ, તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર એમ બે જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થઇ શકે છે. , તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદનું અનુમાન છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં પણ હવામાન વિભાગે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
શુક્રવારે કયાં પડ્યો વરસાદ?
ચોમાસાના આગમન વચ્ચે આકરા ઉનાળો જતા રાજ્યના 207 પૈકી 120 જળાશયો તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે. 86 જળાશયોમાં 10 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે.રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી છે. આ દરમિયાન શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો, અહીં એકથી સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમરેલી, પડધરી, વાંકાનેર, સુરત, વલસાડમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.