Gujarat Rain Forecast| આગામી સાત દિવસને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

Continues below advertisement

Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી સુધી ચોમાસુ પહોંચ્યું છે પણ ચોમાસુ નબળું પડ્યું છે,દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતાં અરબ સાગરની શાખા નબળી પડતા ચોમાસુ નબળુ પડ્યું છે. આગામી 17 થી 20 જૂન વચ્ચે અરબસાગર માં હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનો અનુમાન છે. 19 થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.  22 થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની શક્યતા છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાની શકયતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram