કચ્છની જેમ હવે નર્મદામાં પણ હોમ સ્ટે પ્રોજેક્ટ માટે ગુજરાત પ્રવાસન વિભાગે શરુ કરી કવાયત

Continues below advertisement
ગુજરાત પ્રવાસન  વિભાગ દ્વારા હોમ સ્ટે પોલિસી અંગે રાજપીપળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજપીપલા શહેર ના હોમ સ્ટે ના માલિકોએ ભાગ લીધો હતો આગામી દિવસોમાં કચ્છ ની જેમ નર્મદા જિલ્લામાં પણ હોમ સ્ટે પ્રોજેક્ટ અમલ માં મુકાશે. રાજ્ય સરકારના  પ્રવાસન વિભાગ ગાંધીનગર દ્વારા હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર થકી રાજપીપળા નગરપાલિકા ખાતે ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહારથી આવતા પ્રવાસીઓ ગ્રામ્ય લેવલની રહેણી કરણી તથા ગુજરાતી ભોજન અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનો અનુભવ તેઓ કરી સકશે . આ પોલિસી અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછું 1 રૂમ અને વધુમાં વધુ 6 રૂમ સુધીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેનાથી તેવોને અંદાજે 5 લાખ સુધીની વાર્ષિક આવક પણ થઈ શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram